મોરબીમાં વધુ 3 કોરોનાના કેસ નોંધાયા, આજનો આંકડો 9 પર
મોરબી : મોરબીમાં આજે 6 કેસ નોંધાયા બાદ સાંજના વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે આજના કુલ કેસ 9 થઈ ગયા છે. અને મોરબી જિલ્લાનો કુલ કોરોના કેસનો આંકડો 183 થઈ ગયો છે.
મોરબીમાં આજે સાંજે વધુ 3 કોરોનસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની મળતી વિગતો મુજબ મોરબી શહેરના બોરીચા વાસમાં રહેતા 70 વર્ષના મહિલાનો અને મોરબી શહેરના નવલખી રોડ પર રહેતા 54 વર્ષના પુરુષ તેમજ મોરબી શહેરમાં રહેતા 37 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજે સાંજ સુધીમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 183 પર પોહચી ગઈ છે.