જગદીશ ત્રિવેદીએ પુત્રના નામે આશ્રમશાળા બનાવી, સ્વામિ સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ

હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ 166 જેટલાં જરુરીયાતમંદ આદીવાસી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરી શકશે.
આ શાળાના ગ્રાઊન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનું ક્રાંતિકારી સંત, વકતા અને લેખક એવા સ્વામિ સચ્ચિદાનંદજીએ આજે 16 જુન ની સવારે લોકાર્પણ કર્યુ.
જગદીશ ત્રિવેદીએ આ અગાઊ મોરબી જીલ્લાના હળવદ શહેરમાં પત્નીના જન્મદિવસે પત્નીના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું હતું અને આજે પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું છે. એમના દ્રારા આ પાંચમી સરકારી શાળાનું નિર્માણ થયું છે. તદુપરાંત એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ સાથે એમના વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

