Placeholder canvas

વાંકાનેર: ગાળો ન બોલો કહેવું ભારે પડ્યું! શુ થયું જાણવા વાંચો…

વાંકાનેર : પાડોશમાં રહેતા વ્યક્તિને ગાળોનો બોલો આવું કહ્યું એક યુવકને ભારે પડી ગયું છે બસ આવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પાડોશી શખ્સે યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે પાડોશી શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિતેષભાઇ માવજીભાઇ સનુરા (ઉ.વ ૩૬, ધંધો-મજુરીકામ રહે- નવાપરા પંચાસર રોડ વિધાતા પોટરી સામે વાંકાનેર) એ આરોપી કાનજી છનાભાઇ કોળી (રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે,

તા.૭ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ વિધાતા પોટરી પાસે ફરીયાદીના માતા શેરીમાં પાડોશીના ઘેર પાણી ભરવા ગયેલ હોય ત્યારે આરોપી પોતાના ઘર પાસે બેઠેલ હોય અને ફરિયાદીના માતા ત્યાંથી નીકળેલ ત્યારે ગાળો બોલતો હોય જેથી ફરિયાદીએ ત્યાં જઈને ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમજ પાઇપનો એક ઘા માથામાં મારી ઇજા કરી તેમજ સાહેદ વચ્ચે પડતા તેઓને કપાળના ભાગે મુંઢ ઇજા કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો