Placeholder canvas

વાંકાનેરના રાતીદેવળીના યુવકની ચોટીલામાં તેમના સસરા, સાળા અને પત્નીએ હત્યા કર્યાનું ખૂલ્યું.

ચોટીલામાં મનહર પાર્ક સોસાયટીની બાજુમાં જગ્યામાં પુરુષની લાશ મળી આવી હતી. તેની તપાસ કરતા તે યુવક દેવકરણ બાબુભાઈ વિકાણી વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામનો અને હાલ રામાપીર ચોકડીથી આગળ સ્લમ ક્વોટર્સ રહેતો હોવાનું ખૂલ્યું હતું.અને પાટલા સાસુની દીકરી સાથે પ્રેમપ્રકરણમાં સસરા, સાળા અને પત્નીએ મારમારી હત્યા કર્યાનું ખૂલ્યું હતું. જેમાં ચારેય આરોપીની ધરપકડ કરાઇ હતી.

આ બનાવની મળતી હકીકત મુજબ વાંકાનેરના રાતીદેવળી ગામના દેવકરણ વિકાણીને તેની ચોટીલા રહેતી પાટલા સાસુ હંસાબેન કિશોરભાઈ ખાવડીયાની દીકરી કાજલ સાથે ચાર માસથી રાજકોટ રહેતો હતો. તેની પહેલી પત્ની પુરીબેન દેવકરણભાઈ વિકાણી તેના 3 સંતાનો સાથે પિતાના ઘરે સણોસરા ગામે રહેતી હતી. જ્યારે દેવકરણના માતા પિતા વાજડી ગામની સીમમાં ગીરીશભાઈ પટેલની વાડીએ મજૂરી કામ અર્થે રહેતા હતા. ત્યાં દેવકરણભાઈ અને કાજલ બંને વાજડી ગામે ગીરીશભાઈની વાડી પર જઈને ત્યાંથી કાજલને ચોટીલા તેના માતા હંસાબેનના ઘરે જઈએ છીએ અને કાજલને તેના ઘરે મૂકીને તેની પત્ની પુરીબેન અને સંતાનોને લઈને આવું છું. તેવું તેની માતાને જાણ કરી ત્યાંથી નીકળ્યા હતા.

રાજકોટથી દેવકરણ અને કાજલ ચોટીલા આવ્યા ત્યાંથી હંસાબેન ખાવડીયાના ઘર બાજુ જતા હતા. તે સમયે દેવકરણે કાજલને તેની માતા માર મારશે તેવું કહીને કાજલ અને દેવકરણ પાછા ફરતા તેઓ મનહર પાર્ક બાજુ કાજલ વાડી બાજુ જતા હતા. કાજલના મામા રઘુભાઈ વજાભાઈ તલવાણી, જાદવભાઈ ભોજાભાઇ તલસાણીયા, વજાભાઈ અમરશીભાઈ તલસાણીયા અને દેવકરણની પત્ની પુરીબેન બધા એક સંપ કરીને લોખંડના પાઇપ અને લાકડી ધોકા જેવા હથિયારો દ્વારા દેવકરણને માર મારવા લાગ્યા હતા.

એમાં તેના હાથ પગ અને માથા પર ઇજા થતાં દેવકરણનુ઼ મૃત્યુ થયું હતું. આ બનાવમાં સાળો રાજકોટના રઘુભાઈ વજાભાઇ તલસાણીયા, અને સરધારના જાદવભાઈ વજાભાઈ તલસાણીયા, સણોસરાના વજાભાઈ અમરશીભાઈ તલસાણીયા, તથા સણોસરાના પુરીબેન દેવકરણ ભાઈ સામે ગુનો નોંધી ચોટીલા પોલીસ સ્ટેશન પીઆઇ જે.જે.જાડેજા સ્ટાફ દ્વારા ચારેયને સણોસરા ગામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પડાયા હતા.

આ સમાચારને શેર કરો