Placeholder canvas

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી લઈ બે શખ્સોને પકડીને પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ ભાયાતી જાંબુડિયામાં દેશી દારૂ અંગેની પહેલી કાર્યવાહીમાં ભાયાતી જાંબુડિયા ગામની સીમમાંથી પોલીસે સરકારી ખરાબામાં ભઠ્ઠી ચલાવતા દેવકરણ ધીરુભાઈ સાબરીયાને ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 4650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં પોલીસે મહેશ કાનાભાઈ ખરગિયાને ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ દારૂનો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 2950ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો