Placeholder canvas

ગુજરાતમાં કોરોના નહી પણ વીમા કંપનીનો ખેડૂતો ઉપર કહેર છે, છતાં સરકાર મૌન

કોરોનાનો કહેર આજે દુનિયાના ૧૫૦ થી વધુ દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના નહિ પરંતુ વીમા કંપનીના લીધે ખેડૂતોનો મૃત્યુ આંક વધુ છે માટે ખેડૂતો દ્વારા ન્યાયની માંગણી અનોખી રીતે વિરોધ કર્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી અને જો સરકાર કોઈ પગલા નહી ભારે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ગુજરાતમાં પાક વીમો લેનારા ખેડૂતોને વીમ કંપની તરફથી વળતર આપવામાં આવતું નથી જેથી કરીને ઘણી વખત ખેડતો આર્થિક ભીંસના લીધે આપઘાત કરતા હોય છે અને તંત્ર વાહકોને નોખી અનોખી રીતે વીમા કંપની સામે વિરોધ વ્યક્ત કરીને રજુઆતો કરતા હોય છે આવી જ રીતે મોરબીમાં અનોખી રીતે વિરોધ નોંધાવી ખેડૂતોને સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં કોરોનાની સામે રક્ષણ મેળવવા માટેના વસ્ત્રો, માસ્ક અને ચશ્માં પહેરીને ખેડૂત આગેવાન સહિતનાએ વીમા કંપની સામે રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ખેડૂત આગેવાન જે.કે.પટેલે કલેકટરને કહ્યું હતું કે, કોરોના સામે રક્ષણ મળે તેમ છે પરંતુ વીમાકંપનીની સામે રક્ષણ મળતું નથી માટે પાક્વીમાં કંપનીઓ વડાપ્રધાન પાક્વીમાં યોજનાની ગાઈડ લાઈનનું પાલન કરતી નથી અને ખોટો ઉપયોગ કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને બચાવવાની જરૂર છે માટે સરકાર દ્વારા કોરોના સામે જે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે તેવી જ રીતે વીમા કંપની સામે પણ પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ખેડૂતોને યોગ્ય વળતર નહી મળે તો પંદર દિવસ પછી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચારને શેર કરો