રાજકોટ: કોરોના ના કારણે 31 માર્ચ સુધી કેટલીક ટ્રેનો રદ…
રાજકોટ: કોરોનાનું જોખમ ભીડના કારણે વધતું હોવાથી પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી- રાજકોટ અને મોરબી- માળિયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનો પણ 31મી માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે રેલવે તંત્રએ હરકતમાં આવીને સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં આજે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા તા.18થી 31 માર્ચ સુધી પાંચ જોડી ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 59503 ઓખા-વિરમગામ લોકલ , ટ્રેન નંબર 59504 વિરમગામ- ઓખા લોકલ, ટ્રેન નંબર 59547 રાજકોટ- અમદાવાદ લોકલ, ટ્રેન નંબર 59548 અમદાવાદ- રાજકોટ લોકલ, ટ્રેન નંબર 59551 રાજકોટ- ઓખા લોકલ, ટ્રેન નંબર 59552 ઓખા- રાજકોટ લોકલ, ટ્રેન નંબર 79454 રાજકોટ- મોરબી ડેમુ, ટ્રેન નંબર 79445 મોરબી-રાજકોટ ડેમુ, ટ્રેન નંબર 79449 મોરબી- માળિયા મિયાણા ડેમુ તેમજ ટ્રેન નંબર 79450 માળિયા મિયાણા- મોરબી ડેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. તેમ રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવની યાદીમાં જણાવાયું છે.