Placeholder canvas

મોરબી : CAA અને NRC કાયદાના વિરોધમાં કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન

મોરબી : મોરબીની કલેકટર કચેરી ખાતે આજે મુસ્લિમ અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા CAA અને NRC કાયદાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ અને અનુસૂચિત સમાજે સાથે મળીને ધરણા કરીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બંને કાયદા દૂર કરવાની માંગ કરી હતી.

CAA અને NRC કાયદાનો દેશના ઘણા રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં CAA અને NRC કાયદાના વિરોધમાં મુસ્લિમ અને દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની કલેક્ટર કચેરી સામે આજે મુસ્લિમ-અનુસૂચિત સમાજ એકતા સમિતિના બેનર હેઠળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બાદમાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બંને કાયદા દૂર કરવાની માંગ કરાઈ હતી.

આ સમાચારને શેર કરો