પીપળીયારાજના સરપંચે તીથવા જીલ્લા પંચાયતની સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય રાજકારણમાં કડાકા-ભડાકા થવાની શરૂઆત થઇ ગઇ છે. તીથવા જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસમાંથી ટિકીટ માગનાર પીપળીયારાજ ગામના સરપંચને ટિકિટ ન આપતા તેઓએ આ સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સાથો સાથ પીપળીયારાજ તાલુકા પંચાયતમાં પણ અપક્ષ ફોર્મ ભરાયુ છે.

પીપળીયા રાજના સરપંચ રહીમાબેન મહેબુબભાઇ કડીવાર ને ટિકિટ ન મળતા તેઓએ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા અન્યાય કરાતા તેની સામે ભારોભાર અસંતોષ થયો હતો જેથી તેઓએ કોંગ્રેસ સામે નહીં પણ કોગ્રેસના સ્થાનિક આગેવાનોના અન્યાયકારી વલણ સામે બળવો કરીને તીથવા જિલ્લા પંચાયત સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સાથો સાથ પીપળીયારાજ તાલુકા પંચાયતની સીટ ઉપર પૂર્વ ઉપસરપંચ અને ગ્રામ પંચાયત પૂર્વસદસ્યના પત્ની ખૈરૂનબેન મામદભાઇ શેરસીયાને પણ અપક્ષ ઉમેદવારી કરાવી છે.

તીથવા સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હસીનાબેનના પતિ મહેબુબભાઇ કડીવાર છેલ્લા દોઢ દાયકાથી સહકારી મંડળીના પ્રમુખ છે અને તેઓ પોતે પીપળીયારાજ ગામના પૂર્વ સરપંચ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. આ સરપંચ દંપતીએ પોતાના સરપંચના કાર્યકાળ દરમિયાન ગ્રામના વિકાસના કાર્યો કર્યા છે, ગામના તમામ સત્તા સ્થાનો પર પોતે અથવા તો પોતાના ગ્રુપના વ્યક્તિઓ હોવાથી તેમની સાથે ગામનો મોટો સમૂહ જોડાયેલો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો