Placeholder canvas

ફિકસ પગાર મેળવતા શિક્ષકોના પગારમાં રૂા.5000થી11000 સુધીનો વધારો

ગ્રાન્ટેડ શાળાઓના 6700 જેટલા શિક્ષકોને ઓકટો-2023થી અમલ થશે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિકસ પગારથી નોકરી કરતા શિક્ષકોના પગારમાં રાજય સરકારે વધારો કર્યો છે. જેમાં રૂા.4876થી રૂા.11500 સુધીનો વધારો કરવામાં આવ્યા છે. આ પરીસ્થિતિ અંદાજે 6668 શિક્ષકોને ઓકટો 2023થી નવા પગાર ધોરણોનો લાભ મળશે અને રાજય સરકાર આ ઉપરાંત એરીયર્સ પણ ચુકવશે.

રાજય સરકાર દ્વારા સીધી ભરતીથી કલાસ-2 અને કલાસ-3 પોષ્ટ પર જે નિયુક્ત થઈ છે તેમને આ લાભ મળશે. સરકારી સેકન્ડરી અને હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ શાળાઓમાં ફિકસ પે થી શિક્ષણ અને બિન શિક્ષણ કાર્યમાં જેઓ જોડાયા છે.

તેઓને આ લાભ મળશે જેની દરખાસ્ત ફાઈનલ થતા જ નિર્ણયની જાહેરાત થઈ છે. આ નવા પરિપત્ર મુજબ જે શિક્ષકો રૂા.16224 મેળવે છે. તેઓ હવે રૂા.21100 જેઓ રૂા.19950 મેળવે છે. તેઓને રૂા.26000 અને જેઓને રૂા.31340 મળે છે. તેઓને રૂા.40800 અને રૂા.38000 મેળવે છે તેઓને રૂા.49600 મળશે. શિક્ષણમંત્રીએ એકસ પર પોષ્ટ મુકીને આ જાહેરાત કરી હતી.

આ સમાચારને શેર કરો