પાક વીમા માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત વધારો, હવે 3 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે

રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. જે અનુસંધાને વિજય રૂપાણી સરકારે આજે પાક વીમા અંગે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ 3 નવેમ્બરે સાંજે સાડા છ વાગ્યા સુધી નોંધાવી શકશે એમ કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું.

આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, રાહત કમિશ્નર તથા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કૃષિ વિભાગ તરફથી પત્રકાર પરિષજ યોજીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

પૂનચંદ પરમારે વધુમાં જણાવ્યું હતું. વીમા કંપનીના અધિકારઓ આગામી 3-13 નવેમ્બર સુધીમાં પાકની નુકશાનીના સરવેની કામગીરી પૂર્ણ કરશે તેમજ આગામી 30મી નવેમ્બર સુધીમાં પાક વીમાની રકમની ચુકવણીની વ્યવસ્થા કરાશે. જે ખેડૂતો ભેજના કારણે મગફળી વેચી ન શક્યા હોય તેમાના માટે ટેકાના ભાવે મગફળી આપવાની સમય મર્યાદા વધારાશે.

પરમારના જણાવ્યા મુજબ જો ખેડૂતોના કોલ વીમા કંપની રિસીવ ન કરે તો તેઓ જિલ્લા કક્ષાના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવી શકશે. અત્યારસુધીમાં વીમા કંપનીએ 2672 કોલ રિસીવ કર્યા છે. કેટલીક કંપનીની રજૂઆતો હતી કે સર્વર ડાઉન હોવાના કારણે વધારે કોલ રિસવી થઈ શક્યા નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો