Placeholder canvas

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે સારા સમાચાર: વાંકાનેરમાં કિસ્વા લાઇબ્રેરીનો શુભારંભ…

વાંકાનેર: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાંકાનેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનનાર કિસ્વા લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે.આવા વિદ્યાર્થીઓને વાંચવા માટે લાઈબ્રેરી ખૂબ સારી જગ્યા બની રહેશે.

વાંકાનેર નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે આવેલ અંજની પ્લાઝામાં કીસ્વા લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ના પુસ્તકો રાખવામાં આવ્યા છે તેમજ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓ વાંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા માટેની જગ્યા અને બુક્સ તો આપવામાં આવશે આ ઉપરાંત તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે જે તે ક્ષેત્રના અનુભવી લોકોના માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવશે.

આ લાઇબ્રેરી શરૂ કરવા માટે ઘણા દાતાઓ આગળ આવ્યા છે અને તેમના આર્થિક અનુદાનથી આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં લાલપર ગામના પરવેઝભાઈ શેરસિયા અને પંચાસીયા ગામના હનીફભાઈ કડીવારે લાઇબ્રેરી માટેની જગ્યા આપેલ છે તેમ જ ઈસ્માઈલભાઈ એન્જિનિયર દ્વારા 21000 (2) ડૉ. ઝાકિરહુસેન માથકિયા -20000 (3) મુનીરભાઈ પરાસરા વિડીભોજપરા -10000 (4) ગનીભાઈ પરાસરા rto એજન્ટ -5000 (5) ડૉ. તોફિક બાદી મહિકા – 5000 (6) વસીમભાઈ શેરસીયા અરણીટીંબા – 5000 (7) મામદહુશેનભાઈ કડીવાર પીપળીયારાજ – 5000 (8) નજરૂદીનભાઈ બાદી સેલટેક્ષ પાંચદ્રારકા – 15000 (9) હુસેનભાઈ શેરસીયા સહયોગ બેંક ચંદ્રપુર – 5000 (10) પરવેઝ શેરસીયા S.I. લાલપર -10000 (દાદા અને દાદીના ઇશાળે સવાબે) અને મુસ્તાકભાઈ બાદી ટ્રેઝરી ઓફિસર ભુજ દ્રારા રૂ.5000ની કિંમતની બુક્સ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ચંદ્રપુરના અવેશભાઈ ખોરજિયાએ લાઇબ્રેરીમાં જરૂરી ફર્નિચર માટે કોઈપણ ચાર્જ લીધા વગર મિસ્ત્રી કામ કરી આપેલ છે. તેમજ મીડા ગ્રુપ દ્વારા આ લાયબ્રેરીને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને બીજું ફર્નિચર આપવામાં આવેલ છે.

આ લાઇબ્રેરીના શુભારંભના કાર્યકર્મમાં મુસ્તાકભાઈ બાદી ટ્રેઝરી ઓફિસર ભુજ, અજરૂદ્દીનભાઈ બાદી પ્રોફેસર પોલિટેકનિક પોરબંદર, ઇરફાનભાઇ શેરસિયા, તૌસિફ બાદી RTO ઇન્સ્પેકટર, હંજીલભાઈ બાદી તેમજ દાતાઓ અને યુવાનો હાજર રહ્યા હતા. તેમજ કેટલીક અભ્યાસ કરતી દીકરીઓ પણ હાજર રહી હતી. આ લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બનાવવા માટે હજુ વધુ દાતાઓ આગળ આવે તે ઇચ્છનીય છે, આ લાઇબ્રેરી માટે વધુ માહિતી મેળવવા માટે રઇશભાઈ શેરસિયાનો 9558142723 પર સંપર્ક કરવો. જો કોઈ લોકો પાસે સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોઈ બુક્સ હોય અને તેઓ આ લાઇબ્રેરીમાં આપવા ઈચ્છતા હોય તો આપી શકે છે.

આ સમાચારને શેર કરો