વિરમગામમાં વેપારીઓ પાસેથી ડિસ્કો તેલ-ઘીના નામે તોડ કરતો પત્રકાર ઝડપાયો.
વિરમગામ: પત્રકાર બની લોકોના અવાજ બની પ્રશ્ર્નોને વાચા આપવી, લોકહિત અને લોકોને પડતી મુશ્કેલીના સમાચાર પ્રસિદ્ધ કરીને તંત્રને ઢંઢોળવાનું કામ પત્રકારનુ છે પરંતુ પત્રકારના નામે તોડબાજ પત્રકાર રાફડાની જેમ ફુટી નીકળ્યા છે. આવી જ ઘટના વિરમગામમા બની છે.
વિરમગામ શહેરના ગોળપીઠામા ગતરોજ અમદાવાદના ખાનગી ચેનલના ચીફ એડીટર બનીને પત્રકાર તરીકે પોતાની ઓળખ બતાવી છેલ્લા બે દિવસથી ગોળપીઠા જ્યા તેલ ઘી અનાજના વેપારીઓ પાસે આવીને લોકોને લૂંટો છો દુકાનને શીલ કરાવી ટીવી ચેનલમા પ્રસારિત કરી તમારા વિરૂદ્ધ પોલીસ કેસ કરીશું, તેમ કહી ડરાવી ધમકાવી તોડ કરતા પત્રકારને વેપારીઓએ એકત્ર ઝડપ્યો હતો. બે વેપારીઓ પાસેથી તોડ કરતા વેપારીઓ એકત્ર થયા અને સ્થાનિક પોલીસ જાણ કરી તોડબાજ પત્રકારને વિરમગામ ટાઉન પોલીસને સોંપ્યો હતો.
વિરમગામ શહેરમા બે દિવસથી ગોળપીઠામા પત્રકાર તરીકેની ઓળખ આપી દુકાનદારને કહેલુ કે “તમે લોકોને લૂંટો છો, દુકાન શીલ કરાવી દઇશ, ચેનલમાં પ્રસારિત કરી તમારા વિરૂદ્ધ પોલીસ કેસ કરવાની ઘમકી આપી હતી. અન્ય વેપારી મિતુલભાઇની દુકાન પર જઇ પત્રકારની ઓળખ આપી તેલના ડબ્બા ખરીદીનુ જીએસટી બીલ માંગી તમારો ફોટો લેવો છે અને પછી શુ થાય તે જોવો ? તેમ ડ્રાઇવર સાથે મળી ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક રોફ માર્યો હોવાની ફરિયાદ છે અને આ બધા ચક્કરમા ન પડવુ હોય તો પતાવટ માટે ₹ 51 હજારની માંગણી કરી બળજબરીપૂર્વક ₹ 21,000 અને અન્ય વેપારી પાસેથી ₹11,000 ડરાવી ઘમકાવી કુલ ₹ 32,000 કઢાવ્યા હતા.
આ સમગ્ર મામલે વિરમગામ શહેરના ગોળપીઠાના વેપારીઓ એકત્ર થઇ અમદાવાદના તોડબાજ પત્રકારને ઝડપી પોલીસને સોંપ્યો હતો અને વેપારી યોગેશભાઈ હરીભાઈ ઠક્કરએ વિરમગામ ટાઉન પોલીસ મથકમા તોડબાજ પત્રકાર હસમુખભાઇ વ્યાસ વાઇબ્રન્ટ ન્યૂઝ ચેનલ રહે અમદાવાદ પત્રકાર અને તેના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પત્રકાર સત્તાનો દુરુપયોગ કરતા હસમુખભાઇ વ્યાસ વાઇબ્રન્ટ ન્યૂઝ ચેનલ રહે અમદાવાદ પત્રકાર સામે કલમ 384, 114 મુજબ ફરીયાદ નોંધી વઘુ તપાસ હાથ ધરાઇ છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરના મુખ્ય માર્કેટ ગણાતા ગોળપીઠા બજારમા હોલસેલને છુટક ગોળ, ઘી, તેલ અનાજના વેપારીઓ મોટુ માર્કેટ છે અને બજારમા ડિસ્કો તેલ ઘી અને ગોળ સહિત ડુપ્લીકેટ ખાદ્ય ચીજવસ્તુઓ વેચાણ થવા મામલે અગાઉ અનેકવાર સ્થાનિકો તંત્ર દ્વારા મુદ્દામાલ જપ્ત પણ કરવામા આવેલ છે.