હજુ ઈમાનદારી બાકી છે: એક વૃદ્ધને રોડ પરથી પૈસા મળ્યા તેમને પોલીસને આપ્યા
વાંકાનેર: કહેવાય છે કે કળિયુગ ચાલી રહ્યો છે પણ આ સમયમાં પણ ક્યારેક ઈમાનદારીના કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો આજે વાંકાનેર શહેરમાં સામે આવ્યો છે. ત્યારે આપણને એવું ફિલ થાય કે હજુ ઈમાનદારી જીવિત છે. આજે પણ લોકો માને છે કે મારું નથી એ મારે નથી જોઈતું, પણ કદાચ આવું માનવાવાળાની સંખ્યા ઓછી હશે એ પણ વાસ્તવિકતા છે. પણ છે એ ખૂબ મોટી વાત છે.
આજે વાંકાનેર શહેરમાં એક મધ્યમવર્ગી લગભગ સિનિયર સિટીઝન જેવી વ્યક્તિને રોડ ઉપરથી રૂપિયાનું બંડલ મળ્યું અને તેમને થોડે દુર ઉભેલા પોલીસને એ રૂપિયા આપ્યા અને કહ્યું કે મને આ રોડ ઉપર થી પૈસા મળ્યા છે. જુવો છેને એને ઈમાનદારી….
આ ઘટનાની તમામ વિગત કપ્તાન પાસે છે. એ સજન વ્યક્તિનું નામ, ફોટો, સરનામું અને કેટલી રોકડ રકમ છે ? વિગેરે બધી જ માહિતી છે. પરંતુ જે પોલીસને ઈમાનદાર વ્યક્તિ એ પૈસા આપ્યા છે તેમને મૂળ માલિકને પરત કરવાના હોઈ જેથી કરીને કોઈ લેભાગુ તત્વ આ પૈસા લઈ ન જાય એ માટે આ બધી માહિતી અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે.
જે કોઈ વ્યક્તિના પૈસા વાંકાનેર શહેરના રોડ ઉપર પડી ગયા હોય તો તેઓએ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતાં આશિફભાઈ બરેજીયાનો સંપર્ક કરવો અને તેમને કેટલા રૂપિયા હતા? કેવી થેલી કે બોક્સમાં હતા ? કયાથી કયા સુધીના વિસ્તારમાં પડ્યા હતા ? વિગેરે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે અને આ માહિતી જો ખરી નીકળી તો તેઓને પૈસા આપી દેવામાં આવશે.