ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બાદ ફતેહપુરમાં પીડિતાને જીવતી સળગાવી

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપ બાદ પીડિતાને જીવતી સળગાવાની ઘટનાને હજી લોકો ભુલીયા નથી ત્યાં ફતેહપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા. ફતેહપુરના હુસેનગંજ વિસ્તારમાં એક ગામમાં શુક્રવારની રાતે પડોશમાં રહેનાર આધેડે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. શનિવારે સવારે આરોપીએ કેરોસીન નાંખીને પીડિતાને જીવતી સળગાવી હતી. જેમાં પીડિતાનું શરીર 90 ટકા દાઝી ગયું હતું. કિશોરીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.

યુવતી શનિવારે સવારે ઘરમાં એકલી હતી. પરિવારના લોકો ખેતરમાં કામ કરતા હતા. પડોશીમાં રહેતા યુવકે ઘરમાં આવીને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના નિવેદન અનુસાર દુષ્કર્મ બાદ પરિવારજનોને વાત કરી હતી. એટલા માટે એરોપીએ કિશોરીને કમરામાં ખેંચીને કેરોસીન છાંટીને સળગાવી હતી.

આગનો ગોળો બન્યા પછી પીડિતા બચવા માટે બૂમો પાડતી હતી. દેકારો સાંભળીને પડોશીઓએ આગ બુજાવીને પરિવારજનોને જાણ કરી હતી. પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેનું શરીર 90 ટકા જેટલું દાઝી ગયું હોવાની માહિતી આપી હતી.

જિલ્હા હોસ્પિટલ પહોંચેલી પીડિતા બુમો પાડતી હતી. મહિલા ઈસ્પેક્ટરનું નિવેદન લેવા માટે નાયબ કલેકટરની સામે પીડિતાએ નિવેદન આપતા બુમો પડતી હતી. મેજીસ્ટ્રેટ દ્વારા ઘટના વિશે પૂછવા ઉપર રડતા રડતા જણાવ્યું કે મને બચાવી લો સાહેબ હું મરવા માંગતી નથી. પુત્રીની હાલ જોઈને પરિવારજનો પણ હચમચી ગયા છે.

આ સમાચારને શેર કરો