Placeholder canvas

રાજકોટ: મહિલાઓની સુરક્ષા માટે ‘સુરક્ષિતા’એપ લોન્ચ કરાય.

રાજકોટ મહિલાઓની છેડતી ને લઇને રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી વિશેષ એપ પોલીસ દ્વારા ‘સુરક્ષિતા’ એપનું અનાવરણ કરવામાં આવ્યું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અંજલીબેન રૂપાણી તેમજ RMC મેયરના હસ્તે એપ ખુલી મુકવામા આવી.

ગુજરાતમાં પ્રથમ વાર મહિલા સુરક્ષા માટે આ પ્રકાર ની એપ રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી. આ એપ ૨૪ કલાક કાર્યરત રહેશે…દુર્ગા શક્તિ ટિમ દ્વારા આ એપનું સંચાલન કરાશે. રાજકોટ શહેરના દરેક પોલીસ મથકમાં દુર્ગા શક્તિ ટિમમાંથી ૪ મહિલા કોન્સ્ટેબલ રહેશે.

તાજેતરમાં જ હૈદરાબાદની અંદર જે કિસ્સો સામે આવ્યો હતો તેમાં ભોગ બનનારી ડૉક્ટર રાત્રે એકલી પોતાના ઘરે જતી હતી. આ સમયે તેણીનું વાહન બગડ્યું હતું. ડૉક્ટરે આની જાણ પોતાના પરિવારને કરી હતી પરંતુ આ જ સમયે તેની એકલતાનો ગેરલાભ કેટલાક હેવાનોએ લીધો હતો. રાજકોટમાં મહિલાની સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરે “સુરક્ષિતા” નામની એપ્લિકેશન તૈયાર કરાવી છે. આ એપ્લિકેશનનું લોકાર્પણ આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

જે બાદ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાનું નામ, નંબર, રહેઠાણનું સરનામું, તેમજ પોતાના બે ગાર્ડિયનના નંબર, સરકાર મળેલા અધિકૃતિ આઈડીનો નંબર તેમજ તે નંબર દર્શાવતો ફોટો આઇડી પ્રૂફ અપલોડ કરવાનો રહેશે. જ્યારે પણ મહિલા પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય ત્યારે તે એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી એપ્લિકેશનમાં ફીડ કરી શકશે. તો સાથે જ મુસાફરી માટે ઉપયોગમાં લેનાર વાહનના નંબર પણ એડ કરી શકાશે.

જ્યારે મહિલાને કોઈપણ જાતની મદદની જરૂર હોય ત્યારે તેને એપ્લિકેશનમાં રહેલા હેલ્પ બટન પર ક્લિક કરવાનું રહેશે. હેલ્પ બટન પર ક્લિક કરતાની સાથે જ તેની જાણ જે તે મહિલાના ગાર્ડિયન અને પોલીસને થશે. એપ્લિકેશનના માધ્યમથી જ જે તે મહિલાના હાલના લોકેશનની માહિતી તેના પરિવાર અને પોલીસને મળી જશે.

આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસે “દુર્ગા શક્તિ” નામની એક ટીમ પણ બનાવી છે. આ ટીમ દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે. દરેક પોલીસ સ્ટેશનમાં “દુર્ગા શક્તિ” ટીમની ચાર મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવશે. શક્તિ ટીમનું મુખ્ય કામ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી, તેમની સાથે બનતી અઘટિત ઘટનાઓનો રોકવી, તેમજ મહિલાઓમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરવાની રહેશે. સાથે જ ભોગ બનનારનું કાઉન્સિલિંગ કરવાની જવાબદારી પણ “દુર્ગા શક્તિ” ટીમની રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો