Placeholder canvas

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં 50 ફોર્મ થયા રદ

વાંકાનેર: સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની 6 સીટો વાંકાનેર તાલુકામાં આવે છે, જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો છે અને વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડમાં 28 સભ્યો ચૂંટાય છે.

વાંકાનેરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં બધા મળીને 215 ફોર્મ ભરાયા હતા જે આજે ચકાસણીમાં 50 ફોર્મ રદ થયા છે અને 175 ઉમેદવાર હાલ મેદાનમાં છે.

જિલ્લા પંચાયતની કુલ 6 સીટ માટે 29 ફોર્મ ભરાયા હતા,જેમાં આજે 1 ફોર્મ રદ થયું છે અને 8 ડમી ફોર્મ રદ થયા છે. આમ કુલ 9 ફોર્મ રદ થતાં હવે 20 ઉમેદવારો મેદાનમાં છે.

વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટોમાં કુલ 107 ફોર્મ ભરાયા હતા જેમાંથી 28 ફોર્મ રદ થયા છે અને હવે 89 ઉમેદવારો મેદાનમાં છે.

જ્યારે વાંકાનેર નગરપાલિકાના કુલ 7 વોર્ડ માં 28 સભ્યોને ચૂંટવાના હોય છે, જે માટે કુલ 79 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 13 ફોર્મ રદ થયા છે અને ૬૬ ઉમેદવારો હાલમાં મેદાનમાં છે.

આવતીકાલે એટલે કે ૧૬મી ફેબ્રુઆરીના રોજ ફોર્મ ખેંચવાનો દિવસ છે કાલે ફોર્મ ખેંચવાના સમય પૂરો થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને કોના કોના વચ્ચે કાંટાની ટક્કર થશે તેમનો ખ્યાલ આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમાચાર વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો અથવા તો કપ્તાનની વેબસાઇટ પર વાંચો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો