ટંકારામાં ચડી ટિશર્ટ ગેંગનો તરખાટ ચારેક ફેક્ટરીમાં હાથફેરો કરી ગયા
બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી અંધારામાં અલોપ થતી ટોળકીથી ઉધોગપતિમા ફફડાટ
સમગ્ર ધટના સીસીટિવી કેમેરામાં કેદ થઈ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો જોકે વિધિવત કોઈ ફરિયાદ ચોપડે ચડી નથી
By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા તાલુકાનુ ઉધોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા કારખાનામાં અગ્યારશની મધ્ય રાત્રીના ચડી ટિશર્ટ પહેરેલ તસ્કરોની ટોળકીએ એક બે નહિ પરંતુ ચારથી વધુ ફેકટરીઓમાં તરખાટ મચાવ્યો હતો અને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો જેમાં લજાઈ ગામ નજીક આવેલ દેવ પોલીપેક, ઝીકોબા સોક્સ, મોરબી એન્જી. વર્કસ અને સિલ્વર રીસાયકલ સહીતની ફેકટરીઓની ઓફીસમાં ધુસી રોકડ રકમ આટોપી અંધારામાં ઓગળી ગયા હતા
જેમાં ઝીકોબા સોક્સમાંથી બારી અને દરવાજા તોડી ૫ થી ૮ હજારની રોકડ રકમ, મોરબી એન્જી વર્કસમાંથી ૭૦ થી ૮૫ હજારની રોકડ તેમજ સિલ્વર રીસાયકલમાંથી ૨ થી 4 હજારની રોકડ ચોરી થયાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું બનાવ પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
માત્ર રોકડની જ ચોરી, લેપટોપ છોડી દીધા
તસ્કરોએ જે કારખાનાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો ત્યાંથી માત્ર રોકડ રકમની જ ચોરી કરી હતી એકાદ-બે ફેકટરીમાં લેપટોપ સહિતની કીમતી ચીજવસ્તુઓ પડી હતી જોકે તસ્કરોએ તેને હાથ લગાડ્યો ના હતો અને માત્ર રોકડની ચોરી કરી નાસી ગયા હતા
સીસીટીવી કેમેરા, ડીવીઆરમાં તોડફોડ કરી છતા ધટના તિસરી આંખે કેદ
તસ્કરોએ જ્યાં ચોરીને અંજામ આપ્યો તે ફેકટરીઓમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોય જેથી તસ્કરોએ ઓળખ છતી ના થાય તેની પણ તકેદારી રાખી હતી અને સીસીટીવી કેમેરા તેમજ રાઉંટરમાં તોડફોડ કરી હતી અને ડીવીઆર ઉઠાવી ગયા હતા છતા એકાદ ફેક્ટરીની આંખે ચડી જતા વિડીયો વાયરલ થયો છે.