આજે સીંધાવદરના સમીરખાનનો જન્મદિવસ : જન્મદિવસની કરી અનોખી ઉજવણી

આજે સીંધાવદરના સમીરખાન પઠાણનો જન્મદિવસ છે. સમીરખાન એ સિંધાવદર ગામના વતની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરતા જાવેદખાન પઠાણના પુત્ર છે. આજે જાવેદખાનનો લાડકો સમીરખાન ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરશે…

આજે સમીરખાનનો જન્મદિવસ તો છે જ પણ સાથોસાથ ઈસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબ મહંમદરસુલુલ્લાહ (સ.અ.વ.) નો પણ જન્મદિવસ છે. આજે ઈદે મિલાદુનબી છે. આજે ઈદે મિલાદુનબીના દિવસે પોતાના પુત્રનો જન્મદિવસ આવતા સીંધાવદરના આ પઠાણ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખુશી કયા સમાતી નથી એવું પણ કહી શકાય…

આવો સંયોગ બન્યો છે એટલે સ્વભાવિક પણે પઠાણ પરિવારમાં ખુશી હોય. ત્યારે સીંધાવદરના આ પઠાણ પરિવારે પોતાના લાડકવાયાનો જન્મદિવસ મહમદ પેગંબર સાહેબના ફરમાન અમન, શાંતિ, ભાઈચારો, જરૂરતમંદોને મદદ અને મા-બાપની ખીદમત મુજબ ઉજવવાનું નક્કી કર્યું. આ પઠાણ પરિવારે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં જઈને તેમના લાડકવાયા પુત્ર અને મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે… એવા મા-બાપને હુંફ આપવી કે જેમને તેમના પુત્રો પરિવારથી જુદા કરીને વૃદ્ધાશ્રમમાં છોડી ગયા છે, તેવા વૃદ્ધોને પ્રેમથી જમાડીયા… વૃદ્ધાશ્રમના વડિલો પણ આ પઠાણ પરિવારના પ્રેમથી ખુશ થયા અને તેમની આંખો ભીની થઇ ગઇ… તેમના લાડકવાયા સમીરખાનને ખૂબ પ્રેમથી રમાડયો અને આશીર્વાદ આપ્યા…. આમ સીંધાવદરના જાવેદખાન પઠાણે તેમના પુત્ર સમીરખાનના જન્મદિવસ અનોખી ઉજવણી કરીને માનવતા મહેકાવી છે, એક નવો રાહ ચિંધ્યો છે.

જાવેદખાન પોતે મોરબીમાં પોતાનું ઈમ્પોર્ટ એક્ષપોર્ટનો વ્યવસાય કરે છે. ત્યાં અને તેના ગામ તેમજ તાલુકામાં તેમનું મોટું મિત્રવર્તુળ છે. આજે તેમના પુત્રના જન્મદિવસની તેમજ પઠાણ પરિવારે પુત્રના જન્મ દિવસની જે રીતે ઉજવણી કરી તે માટે તેમના મિત્રો, સગા-સંબંધીઓ, સ્નેહીઓ પરિવારજનો અને વ્યવસાયિક મિત્રો તેમના મોબાઈલ નં.9737777373
પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સમીરખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ જાવેદખાન અને તેમના પરિવારને પુત્રના જન્મદિવસની જે અનોખી ઉજવણી કરી તે માટે ખૂબ ખૂબ અભિનંદન…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો