રાજકોટમાં કાલાવડ રોડ ઉપર યુવતીની છેડતી કરનાર ત્રણની પોલિસે કરી ધરપકડ

આજકાલ સમગ્ર દેશ અને રાજ્યમાં મહિલાની છેળતી અને રેપ જેવી ઘટના વારંવાર સામે આવી રહી છે. આ જોતા એવું લાગે કે અહીં કાયદા કે પોલીસનો આવા આવારા તત્વોને કોઈ ડર રહ્યો નથી.

આવી જ એક ઘટના રાજકોટમાં ગત રાત્રે સામે આવી હતી. રાજકોટના કાલાવડ રોડ જેવા હાર્દસમા વિસ્તારમાં કેકેવી હોલ પાસે સરાજાહેર એક યુવતીની છેડતી કરવામાં આવી હતી, આ છેડતી કરનારા તત્વો કોઈના ડર વગર સરાજાહેર છેડતી કરીને ત્યાંથી સ્વિફ્ટ કારમાં ભાગી ગયા હતા તેમને પોલિસે પક્કડી પાડ્યા છે.

રાજકોટ કાલાવડ રોડ પર ગઈ કાલે રાત્રે થયેલ યુવતીની છેડતી કારનાર સૈયદ જેઠવા, ઇમરાન શૈખ, તેમજ ફેઝલ પઠાણ નામના 3 આરોપીની ધરપકડ કરી છે. ગત રાત્રે દારૂના નશામાં સ્વીફ્ટ કારમાં સવાર આ શખ્સો એ જાહેરમાં યુવતીની છેડતી કરી હતી. પોલીસે આ આરોપીઓને પક્કડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ સમાચારને શેર કરો