સુરતમાં ચિંતા વધી, એક જ દિવસમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા, જિલ્લામાં 456 કેસ પોઝિટિવ

આજથી સુરતના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો તે હટાવી લેવાયો. સવારે 6.00 વાગ્યાથી સુરત કર્ફ્યૂ મુક્ત

સુરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્ના છે. બુધવારે એક જ દિવસમાં 67 કેસ પોઝિટિવ આવ્યા બાદ ગુરૂવારે એક જ દિવસમાં 41 કેસો પોઝિટિવ આવતા સુરત શહેર અને જિલ્લાનો આંકડો 456 પર પહોંચી જવા પામ્યો છે. ગઈકાલના નોંધાયેલા પોઝીટીવ કેસોમાં સૌથી વધુ કેસો કતારગામ ઝોન અને લિંબાયત ઝોનના નોધાયા છે. દરમિયાન આજથી રાજ્યના ત્રણ શહેરોની જેમ સુરતમાં લદાયેલા કર્ફ્યૂમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સુરતના બફર ઝોનમાં જ્યાં વધારે કેસ હતા ત્યા કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં લિંબાયત ઝોન સૌથી હાઈરિસ્ક ઝોન બનવા પામ્યું છે. લિંબાયત ઝોન વિસ્તારમાં માનદરવાજા કોરોના પોઝિટિવનું ગઢ બનવા પામ્યું છે. લિંબાયત ઝોનનો પોઝિટિવ કેસનો આંકડો 170ની પાર પહોચી ગયો છે, ત્યારે ગઈકાલે પણ 41 કેસો પોઝિટિવ નોંધાયા હતા. જેમાં વરાછા ઝોનનો એલએચ રોડ, સેન્ટ્રલ ઝોનમાં રૂસ્તમપુરા, નવાપુરા, સૈયદપુરા, તથા કતારગામ ઝોનમાં વેડરોડ ડભોલી, કોસાડ આવાસ સહિતના વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓ નોધાયા. રાંદેર ઝોન વિસ્તારમાં પણ પાલનપુર પાટિયા, પાલનપુર જકાતનાકામાં કેસો નોધાયા છે. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉમરવાડા, નવાગામ ડિંડોલી, નુરે ઈલાહી નગર રિંગરોડ સહિતના વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો નોîધાયા છે. જેને પગલે હાલ તો સમગ્ર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા માસ કોમ્યુનિટિ સેમ્પલની સાથે સાથે ડીસઈન્ફેક્શનની કામગીરી પણ વધુ સઘન કરવામાં આવી હતી.

સુરત શહેરમાં એપીએમસી માર્કેટમાંથી વધુ એક પોઝીટીવ કેસ આવતા મ્યુનિ. કમિશ્નરે એપીએમસીના કમિટી સભ્યોને અપીલ કરી છે કે આગામી દિવસોમાં એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સાથે સાથે આવા કેસો પોઝીટીવ આવે ત્યારે લોકોને પણ તેનાથી માહિતગાર કરે સાથે સાથે ડીસઈન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવેલ

ઉપરાંત આગામી દિવસોમાં રમઝાનનો પવિત્ર તહેવાર આવી રહ્ના છે ત્યારે મ્યુનિ. કમિશનરે તમામ મુસ્લિમ ભાઈ બહેનોને સંયમ રાખવા અપીલ કરી છે. રમઝાનના પવિત્ર તહેવારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી એક મિટરનું અંતર રાખવા માટે અપીલ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો