વાંકાનેર: નવાપરાના શંકાસ્પદ કેસનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક દર્દી કોરોના શંકાસ્પદ જણાતા તેમનું સેમ્પલ લઈને રાજકોટ મોકલવામાં આવ્યું હતું તેમનો ગઈકાલ રાત્રે રીપોર્ટ આવી જતા તે રિપોર્ટ નેગેટિવ આવેલ છે.

વધુ મળેલ માહિતી મુજબ નવાપરાના આ દર્દીનો એક્સ-રે લેવામાં આવ્યો હતો જેમાં ન્યુમોનિયા હોવાનું સામે આવ્યું હતું અને ન્યુમોનિયા એ કોરોના લક્ષણોમાંનું એક લક્ષણ હોવાથી આ દર્દીનું સેમ્પલ લઇને રાજકોટ મોકલવામાં આવ્યું હતું. જેમનો રિપોર્ટ ગઈકાલ રાત્રે આવી જતા અને નેગેટિવ આવતાં તબીબી સ્ટાફ, આરોગ્ય વિભાગ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને સમગ્ર મોરબી જીલ્લામાં પણ આશરે વિસેક દિવસ પૂર્વે એક જ કેસ પોઝિટીવી નોંધાયેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો