ટંકારાના સરકારી ડોકટર ઉપર હુમલો કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત
By Jayesh Bhatashna (Tankara)
ટંકારા : ટંકારાની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉપર થોડા દિવસો પહેલા એક શખ્સે હીંચકારો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.નરેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા ગત તા.6 એપ્રિલના રોજ સરકારી દવાખાને હતા. તે સમયે ટંકારામાં જ રહેતા નીતિનભાઈ કરશનભાઈ સોલંકી ઉ.વ.43 નામના શખ્સ પોતાને ઇજા થઇ હોવાનું કહીને આ સરકારી દવાખાને સારવાર લેવા આવ્યા હતા. પણ ડોક્ટરે તેમને તપાસીને કોઈ બાહ્ય ઇજા ના નિશાન ન હોવાનું અને ફાઇલ પણ જૂની હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને આ શખ્સે ડોકટર ઉપર હીંચકારો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં ડોક્ટરે આ શખ્સ વિરુદ્ધ હુમલો તથા ફરજમાં રૂકાવટ કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવા જિલ્લા કલેકટર દરખાસ્ત કરી હતી અને કલેકટરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા પોલીસે તાકીદે આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…