Placeholder canvas

કોરોના વેકસીનનો એક ડોઝ લેનાર માટે અચાનક મૃત્યુની સંભાવના વધુ: ICMR

દેશમાં હૃદયરોગથી અચાનક મૃત્યુમાં નવો અભ્યાસ જાહેર
► જો કે આ પ્રકારે મૃત્યુમાં વેકસીન પુરી રીતે જવાબદાર નથી; વ્યક્તિની લાઈફ સ્ટાઈલ વિ. કારણો મૃત્યુ માટે કારણ બને છે

દેશમાં હાલમાં હૃદયરોગ અને કાર્ડીયાક એરેસ્ટની સ્થિતિથી સતત વધી રહેલા મોતમાં ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીચર્સ ફરી દાવો કર્યો છે કે આ પ્રકારના મોત માટે કોરોના વેકસીન જવાબદાર નથી પરંતુ આજના યુવાઓની લાઈફ સ્ટાઈલ જ આ પ્રકારની સ્થિતિ બનાવે છે.

આઈસીએમઆર દ્વારા તા.1 ઓકટો. 2021થી 31 માર્ચ 2023 સુધીમાં દેશની 47 મોટી હોસ્પીટલમાં 729 કેસ તથા 2916 લોકોને સામેલ કરીને તા.1 ઓકટો 2021થી 31 માર્ચ 2023 સુધીના ગાળાનો અભ્યાસ કરાયો હતો અને ખાસ કરીને 18થી45 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેઓ સ્વસ્થ હતા અને બિમારીના કોઈ લક્ષણ પણ ન હતા તેમ છતાં કોઈ દેખીતા કે જાણી શકાય. કારણોથી તેમનું મૃત્યુ થયું હતું.

આ અભ્યાસ મુજબ કોરોના હોસ્પીટલમાં દાખલ થનારા અને અચાનક જ મૃત્યુ પામનારાની ફેમીલી હીસ્ટ્રી પણ ચકાસાઈ હતી. જેમાં તેની લાઈફ સ્ટાઈલ પણ કારણ હોવાનું બહાર આવ્યું હતું. આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું કે જેઓએ બે ડોઝ લીધા તેઓના આ પ્રકારના અચાનક મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું હતું પણ એક ડોઝ લેનારમાં અચાનક જ મૃત્યુનું પ્રમાણ કે સંભાવના વધુ જોવા મળી છે. આ પ્રકારના મોતમાં મૃત્યુના 48 કલાક પુર્વે વધુ પડતો શરાબ પીનાર ડ્રગ કે બીજી કોઈ માદક દવાઓ લીધી હોય

તો તેમાં આ પ્રકારે અચાનક પોતાના કેસ વધ્યા છે.વેકસીનના એક ડોઝના કારણે આ પ્રકારે અચાનક મોત વધવાની શકયતા અંગે જો કે રિપોર્ટમાં કોઈ ખુલાસો થયો નથી. વાસ્તવમાં સ્ટેનફોર્ડ યુનિ.ના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વેકસીન લેવાના કારણે 34 લાખ લોકોના જીવન બચાવી શકાયા હતા.

આ સમાચારને શેર કરો