Placeholder canvas

ટંકારા: લજાઇ-હડમતિયા રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો.

ટંકારા પોલીસે બાતમીના આધારે લજાઇ-હડમતિયા રોડ પરથી દેશી તમંચા સાથે લજાઇ ગામના એક શખ્સને પકડી પડ્યો છે.

મળેલી માહિતી મુજબ ટંકારા પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અ ખાનગી રાહે હકિકત આધારે લજાઈ હડમતિયા રોડ મેલડી માતાના મંદીર પાસેથી હડમતિયા રોડ જયરાજસિંહ ઉર્ફે જયપાલ અરવીંદસિંહ ઝાલા ઉ.વ.-૨૫ ધંધો- મજુરીકામ રહે.-લજાઇગામ તા.ટંકારા જી.મોરબી વાળો ઉભેલ છે જે ઇશમ પાસે હથીયાર છે તેવી બાતમી મળતા તે જગ્યાએ પહોચી મજકુરની અંગઝડતી કરતા મજકુર પાસેથી એક લોખંડનો દેશી હાથ બનાવટનો ગેરકાયદેસરના તમંચો (કિ.રૂ.૭,૦૦૦/-) સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ ૩૭(૧),૧૩૫ મુજબ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ તથા સર્વલન્સ સ્કવોડ ના એ.એસ.આઇ. ચેતનભાઇ કડવાતર તથા ભાવેશકુમાર વરમોરા પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર તથા પો.કોન્સ.વિપુલભાઈ બાલસરા, સિધ્ધરાજસિંહ ઝાલા, કૌશિકકુમાર પેઢડીયા,બિપિનકુમાર શેરસિયાએ પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

આ સમાચારને શેર કરો