skip to content

વાંકાનેર: હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા મળ્યો માર !

વાંકાનેર : વાંકાનેરમાં વાંકાનેરમાં હાથ ઉછીના રૂપિયા આપવા મામલે યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી શ્યામભાઇ સંજયભાઇ માણેક ઉ.વ-૨૦ રે-જીનપરા બ્રાહ્મણ શેરી વાંકાનેર વાળાએ વીનોદભાઇ રસીકભાઇ વીંઝવાડીયા, ચંદુભાઇ રસીકભાઇ વીંઝવાડીયા, દયાબેન રસીકભાઇ વીંઝવાડીયા, રીટાબેન વીનોદભાઇ વીંઝવાડીયા (રહે બધા જીનપરા, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩ ના રોજ જીનપરા બ્રાહ્મણ શેરી વાકાનેરમાં બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપી પાસે પોતે આપેલ હાથ ઉછીના રૂપીયાની માંગણી કરતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપીઓએ લાકડી વતી ફરીયાદો તથા સાહેદ નવીનને એક-બે ઘા મારી મુંઢ ઈજા કરી તેમજ આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળોબોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો