અમદાવાદમાં કોરોનાનું ભયંકર સ્વરૂપ-એક જ દિવસમાં 23નો ભોગ લીધો
સમગ્ર રાજ્યમાં અમદાવાદ એ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે અને અહીં કેસની સંખ્યામાં દર રોજ ધરખમ વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં બસોથી ત્રણસો જેટલા કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી મોતનો આંક પણ ડબલ ડિઝીટમાં જ રહેતો હોવાનું સામે આવી રહ્યું છે.
આજે અમદાવાદ શહેરમાં કોરોનાના રોગચાળાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. રોજેરોજના દર્દીઓના આવી રહેલા આંકડા અને મૃત્યુનું વધી રહેલું પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 274 પોઝીટીવ દર્દીઓ જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે સારવાર દરમિયાન 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારાઓમાં 14 પુરુષ અને 9મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 3817 અને મૃત્યુનો આંક 208નો થઈ ગયો છે. જ્યારે 533 દર્દીઓ સાજા થઈ જતાં તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આજે નોંધાયેલા નવા દર્દીઓમાં રેડ ઝોનના 10 વોર્ડ સહિત અન્ય પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં પણ દર્દીઓ નોંધાયા છે. શહેરમાંતી 30164 સેમ્પલ લેવાયા હતા. તેમાંથી 3543 પોઝિટિવ આવ્યા છે એટલે કે 11.74 ટકા પોઝિટિવ હોય છે. બીજી તરફ સંક્રમણને અટકાવવા 14 દિવસના લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ જ એક માત્ર અસરકારક ઉપાય હોવાની બાબત પર આજે કમિશ્નરે ભાર મૂકીને લોકોને ઘરમાં જ રહેવા વારંવાર અનુરોધ કર્યો છે.
આ વીડિયો પણ જુઓ…
વિડીયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…