વાંકાનેરના યુવકનો દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર ગ્રીન ચોક પાસે શાકબકાલાનો વેપાર કરતાં યુવાને પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

વાંકાનેર ગ્રીનચોક પાસે તાલુકા શાળા નંબર 1 ના ગેટની બાજુમાં આવેલ કીર્તિ સ્ટુડિયો નામની દુકાનમાં શાકભાજીનો વેપાર કરતા ફીરોજભાઈ પ્યારઅલી રાજાણી ખોજા (ઉ.વ.42, રહે આશીયાના સોસાયટી, વાંકાનેર) વાળાએ આજે બપોરે તેમની દુકાન ખાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પી.આઈ. એચ. એન. રાઠોડ, પી.એસ.આઈ. પી. સી. મોલીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આપણ વિડિયો પણ જુઓ…

વિડીયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://m.facebook.com/story.php?story_fbid=930971194009572&id=319052715201426?sfnsn=wiwspmo&extid=buMsYiaSFv6JxX94&d=n&vh=e

આ સમાચારને શેર કરો