Placeholder canvas

ચૂંટણીના ફોર્મ ભરવામાં ભારે ભીડ: ગામનો વિકાસ અને લોકોની સેવા કરવામાં ભારે ઉત્સાહ !!!

બસ હવે બે દિવસ બાકી છે, પણ કેના ? અરે યાર અત્યારે માહોલ ચૂંટણીનો છે તો ચૂંટણીનાં ફોર્મ ભરવાના જ હોય ને ?

વાંકાનેર સેવાસદન અને તાલુકા પંચાયતમાં એવું વાતાવરણ છે અને એટલી બધી ભીડ જામે છે એ જોઇને આપને એવું લાગી આવે કે હવે વાંકાનેર તાલુકાના ગામનો વિકાસ ચોક્કસ થશે ! કેમ કે લોકશાહીનું અનિવાર્ય અંગ એટલે ચૂંટણીમાં ભાગ લઈને ગામનું નેતૃત્વ હાથમાં લઈને ગામનો વિકાસ થશે અને લોકોની સેવા આ બધા થનગનાટ વાળા લોકો કરશે…!

આવું કંઈ પહેલી વાર થયું નથી, લોકલ કોઈ પણ ચૂંટણી હોય બસ વાતાવરણ તો જામેલ જ હોય અને મેદની તો હકળા ઠાઠ જ હોય !! પણ હજુ સુધી વિકાસનો ‘વ’ અન સેવાનો ‘સ’ કયા દેખાયો નથી ! (જુજ અપવાદને બાદ કરતા) તો આટલી ભીડ શા માટે છે? એ સ્વભાવીક પ્રશ્ન નો જવાબ ત્યાંથી એક નિર્દોષ વડીલે આપ્યો કે ભાઈ આ તો મલાઈ માટેના વલખા છે.

ત્યારે ગામના શિક્ષિતો સમજદારો અને ખાસ કરીને યુવાનોએ મતદાનની પ્રક્રિયામાં અવશ્ય ભાગ લેવો અને સમજદારીપૂર્વક મતદાન કરવું એ સમયની તાતી જરૂરિયાત છે. નહીતો ગામનો વિકાસ અને લોકોની સેવા એ એક સપનું જ રહી જશે…

મતદાન અવશ્ય કરો, સક્ષમ ઉમેદવારને મત આપો
(ગ્રામ્ય વિસ્તાર અને લોકોના હિતમાં પ્રસિદ્ધ)

આ સમાચારને શેર કરો