ગૌમય દિવડાઓ કેવી રીતે બનાવી શકાય ? તે અંગેનો વેબીનાર યોજાયો.

કામધેનુ દિપાવલી અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં ગૌ આધારીત અર્થવ્યવસ્થા, ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન બનાવવાના હેતુ સાથે ગૌમય દિવડાઓ કેવી રીતે બનાવી શકાય તે અંગેનો વેબીનાર યોજાયો.

ગાયનું મહત્વ પુન: સ્થાપિત કરી ગૌ શાળાઓને સ્વાવલંબી કરવાનાં સરકાર દ્વારા અનેક પ્રોજેકટો હાથ ધરશે ગુજરાત સરકારના પશુ-પાલન મંત્રીશ્રી રાઘવજી ભાઇ પટેલ.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની પ્રેરણાથી આ વર્ષે પણ કરોડો પરીવારોમાં  કરોડો  દેવી–દેવતાઓનો નિવાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ 101 કરોડ દિવા પ્રગટે તે માટે કામધેનુ દિપાવલી અભિયાનના મંગલાચરણ સતત બીજા વર્ષે કરવામાં આવ્યું. આ અભિયાન અંગે સૌને માહિતી મળે, સૌના મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય તેમજ ગૌ માતાનું રક્ષણ થાય તેવા પવિત્ર સંકલ્પથી ‘કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં ગૌ આધારીત અર્થવ્યવસ્થા; ગૌશાળા—પાંજરાપોળોનાં સ્વાવલંબન અંગે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબીનારમાં માધવપ્રસાદ સ્વામી દ્વારા ગાયોનું આપના જીવનમાં કેટલી ઉપયોગી છે. તેમજ દેશના આર્થિક વિકાસ માટે ગાયો થકી દેશની આર્થિક વૃદ્ધિ થઇ શકે છે. ગુજરાત સરકારના પશુ-પાલન મંત્રીશ્રી રાઘવજી ભાઇ પટેલ દ્વારા રસ્તા પર રખડતા ઢોર, નંદીઓની સમસ્યાઓનું નિવારણ સરકાર દ્વારા વહેલી તકે લાવવામાં આવશે તેમજ ગાયનાં દૂધ, ગોબર અને ગૌમૂત્ર, માટે  વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ગાયનું મહત્વ પુન: સ્થાપિત કરી ગૌ શાળાઓને સ્વાવલંબી કરવાનાં સરકાર દ્વારા અનેક પ્રોજેકટો હાથ ધરશે. જે વિષે માર્ગદર્શન આપ્યું.  

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રનાં મેઘજીભાઈ હિરાણી(કચ્છ –ભુજ) દ્વારા ગાય ના ગોબરમાંથી કેવી રીતે ગૌમય દિવડા ઓ બનાવી શકાય છે, તે જીવંત લોકો ને શિખવાડવામાં આવ્યું , ગીર ગૌ જતન સંસ્થાન નાં રમેશભાઈ રુપારેલિયા(ગોંડલ) દ્વારા ગૌમય વસ્તુઓના માર્કેટીંગ કેવી રીતે કરી શકાય અને સોશ્યલ મીડિયા નો વધુ ને વધુ કેવી રીતે ઉપયોગ કેવી રીતે થઈ શકે અને તેના દ્વારા માર્કેટિંગ કેવી રીતે થઈ શકે તેના વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું, ત્રિકમદાસ બાપુ(કચ્છ) દ્વારા અંજારમાં જર્સી ગાયો મુક્ત કરવામાં માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં તેમને મળેલ સફળતા વિષે વાત કરી હતી.  

આ વેબીનારમાં ગિરીશભાઈ શાહ ( સમસ્ત મહાજન ), અમિતાભ ભટ્ટનાગર( હૈદરાબાદ), પુરીશ કુમાર ( દિલ્લી), સુનિલ કાનપરીયા( અમદાવાદ), ભરતભાઈ સાવલિયા(સુરત), યોગેશભાઇ પટેલ( વ્યારા),  દિલીપભાઇ સખીયા ( કિસાન સંઘ ), પ્રદીપસિંહ જાડેજા ( જામનગર), જયંતીભાઈ દોશી (ગુજરાત ગૌશાળા-પાંજરાપોળ સંગઠન સંધ), રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગૌશાળા),ધીરુભાઈ કાનાબાર( સદભાવના બળદ આશ્રમ),પ્રતિક સંઘાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ — એનીમલ હેલ્પલાઈન),પ્રકાશ વ્યાસ ( મહામંત્રી સિક્કા શહેર), વિરજીભાઈ રાદડિયા ( જેતપુર) દેવેન્દ્ર સોમની, પૂજા શ્રીવાસ્તવ, પૂનમ પાંડે સહિતના ૧૫૦ થી વધુ ગૌશાળા પાંજરાપોળ નાં સંચાલકો અન્ય જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો