Placeholder canvas

પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજી પાછળ પડી સરકાર: સીએનજીના ભાવમાં ૧ .૬૩ રૂપિયાનો વધારો ઝીંકાયો

પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થયો છે. સીએનસીના ભાવમાં ૧ .૬૩ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીએનજીનો એક કીલોના ભાવ ૬૧. ૪૯ રૂપિયાએ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ ૩ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

લાગે છે કે સરકાર હવે બળતરણ પાછળ પડી ગઈ છે ! પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં વારંવાર વધારા બાદ હવે સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.  આજે સીએનસીના ભાવમાં ૧ રૂપિયો ને ૬૩ પૈસાનો વધારો ઝીંકાયો છે. હાલ સીએનજીનો એક કીલોના ભાવ ૬૧. ૪૯ રૂપિયાએ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ ૩ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે ભાવ વધારો થયો હતો. પેટ્રોલમાં ગઈ કાલેપ્રતિ લિટરે 29 પૈસાનો. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં પેટ્રોલમાં બે રૂપિયાને 95 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં ડીઝલમાં ચાર રૂપિયાને 20 પૈસાનો ભાવ વધારો થયો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો