મોરબી:ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલે બાળકોને સમજાવ્યુ કે તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળા મા આવતી સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળા તેમજ બરવાળા તાલુકા શાળા તેમજ ખેવાળીયા પ્રાથમિક શાળામાં શ્રી તેહાન એમ શેરસિયા દ્વારા વ્યસન અંગે માર્ગદર્શન આપેલ તેમજ આરોગ્ય કર્મચારી શ્રી ડી.ડી.ડાભી દ્વારા પણ બાળકો ને તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે વિગતવાર સમજાવવામાં આવેલ હતું.
સ્કૂલમાં બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર મેળવનાર ને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ પૂર્ણ થયે તમામ બાળકો તથા સ્ટાફ દ્વારા તેહાન ભાઈ શેરસિયા નો તેમજ ડી.ડી.ડાભી ભાઈ નો તમાકુ તેમજ આરોગ્ય વિશે માહિતગાર કરવા બદલ આભાર માનવામાં આવેલ હતો.