Placeholder canvas

માર્ચનાં મધ્યમાં જ હિટવેવ : તા.18 સુધી આકરો તાપ

સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ માસની શરૂઆતમાં જ સૂર્ય દેવતાએ આકરૂ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે અને ઠેર ઠેર મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડવા લાગતા લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર 38 થી 40 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાવા લાગ્યુ છે. દરમ્યાન રાજય હવામાન કચેરીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને આવતા શુક્રવારને તા.18 સુધી હિટવેવ કંડીશન જાહેર કરી છે અને લોકોને સાવચેત કર્યા છે. ખાસ કરીને રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાય તેવી આગાહી કવરામાં આવી છે.

આ આકરી ગરમીથી બચવા લોકોને હલકા અને લાઇટ કલરના વસ્ત્રો પહેરવા તથા માથા ઉપર કેપ પહેરવા પણ હવામાન વિભાગે સલાહ આપી છે. દરમ્યાન ગઇકાલે તા.13ના રોજ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ સીઝનની સૌપ્રથમ હાઇએસ્ટ ગરમી નોંધાતા લોકો અકળાઇ ગયા હતા. ખાસ કરીને ગઇકાલે રાજકોટ અને ભુજવાસીઓએ સૌથી વધુ ગરમી અનુભવી હતી. ગઇકાલે ભુજ ખાતે 40.ર ડિગ્રી અને રાજકોટ શહેરમાં 40 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો