Placeholder canvas

કાલથી આકરો ઉનાળો: એપ્રિલ માસમાં ગરમી 122 વર્ષનો રેકોર્ડ તોડશે…

ગુજરાતમાં આજે ફેબ્રુઆરીના અંત સાથે આવતીકાલે ઉનાળાની સીઝનનો પ્રારંભ થશે. આજે હવામાન વિભાગે જાહેર કર્યુ કે તા.1 માર્ચથી રાજયમાં ઉનાળો આકરો રહેશે અને પ્રારંભથી જ તાપમાન 2-3 ડીગ્રી વધુ રહેશે અને ઉનાળામાં 35-37 ડિગ્રી તાપમાન રહેશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે રાજયમાં હીટવેવની શકયતા પણ વધુ રહેશે.

ખાસ કરીને ઉતર પુર્વના પવનમાં બદલાવ આવતા આકરા ગરમી માટે તૈયાર રહેવું પડશે. રાજયમાં હવે અત્યાર સુધી ડબલ રૂતુનો અનુભવ થતો હતો તે પણ હવે ઠંડીની વિદાય વહેલી સવાર અને રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ કરશે. બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં આ ઉનાળો આકરો રહેવાની હવામાન વિભાગની આગાહીના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ હીટ-વેવ સંબંધી બિમારી-મૃત્યુ ની આશંકા કરી છે.

એપ્રિલ માસમાં દેશભરમાં અત્યંત આકરો હીટવેવની અસર દેખાશે અને 122 વર્ષનો ત્રીજો સૌથી આકરો એપ્રિલ માસ હશે. છેલ્લે 1901માં એપ્રિલ સૌથી ગરમ સાબીત થયો અને હવે તે રેકોર્ડ પણ તૂટવાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ઉનાળો અસાધારણ રીતે ઉંચા ઉષ્ણતામાનનો અનુભવ થશે અને દેશના મોટાભાગના રાજયોમાં આ સ્થિતિ જોવા મળશે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે તો માર્ચ માસ પણ અસાધારણ ગરમ હશે તેવી આગાહી કરી છે. આ અગાઉ કલાઈમોટોલોજીસ્ટ અને નેધર હિસ્ટોરીયન મેકસીમીલીઓનો હેરાટા એ આગાહી કરી છે કે ભારતમાં આ ઉનાળામાં રેકોર્ડબ્રેક હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં તા.16 ફેબ્રુઆરીના રોજ જ 40.3 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું અને વિશ્ર્વભરમાં અત્યંત ઉંચુ અસાધારણ તાપમાન રહેશે.

આ સમાચારને શેર કરો