Placeholder canvas

હવે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ 27મીએ વડાપ્રધાનના હસ્તે થશે…

અગાઉ 16મી જુલાઈએ રાજકોટના નવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની સંભાવના પ્રવર્તી રહી હતી, પરંતુ હવે આગામી તારીખ 27મી જુલાઈને ગુરુવારે હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિરાસર એરપોર્ટ પર જેટલા કામ બાકી છે તેના પર DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ના ઓબ્ઝર્વેશન હેઠળ પૂર્તતા કરવામાં આવી રહી છે. તમામ બાકી રહેલા કામ આજે એટલે કે તારીખ 17 જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દેવા આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંભવત 27 જુલાઈએ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવશે.

એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીવીઆઈપી મૂવમેન્ટને લઈને પણ જરૂરી આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે. અગાઉ 16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ તે કોઈ કારણોસર શક્ય બન્યું ન હતું. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને એક મોટી ભેટ મળશે.સંભવત આગામી ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં જ રાજકોટ એરપોર્ટને હિરાસર ખાતે શિફ્ટ કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. આ માટેની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો