Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાંથી 3 આરોપીના જામીન મંજુર, હજુ જયસુખ પટેલ સહીત 7 જેલમાં…

૧૦ માંથી ૩ આરોપીનો જામીન પર છુટકારો, સાત હજુ જેલમાં બંધ

મોરબીને હચમચાવી નાખનાર ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના ૧૦ આરોપીને ઝડપી લીધા છે અને તમામ મોરબી જેલમાં બંધ હોય અને લોકલ અદાલતમાંથી તમામના જામીન રીજેક્ટ થયા બાદ ત્રણ આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને હાઈકોર્ટે માન્ય રાખતા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે

મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ, ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી તેમજ મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લીધા હતા તેમજ ત્રણ માસ સુધી ફરાર રહ્યા બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે પણ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી જેથી તેમની ધરપકડ કરી બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે

આમ ઝૂલતો પુલ દુર્ઘટનામાં સંડોવાયેલ તમામ ૧૦ આરોપી જેલમાં બંધ હોય જેમાંથી ત્રણ આરોપીએ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ તરફથી કરેલી દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટે આરોપી મહાદેવ લાખાભાઈ સોલંકી, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ એમ ત્રણના જામીન મંજુર કર્યા છે તો અન્ય સાત આરોપીઓ હજુ જેલમાં બંધ છે

આ સમાચારને શેર કરો