Placeholder canvas

સાવધાન! શરીરના કોઇ પણ અંગમાં થઇ શકે છે ટીબીની બીમારી…

આ વખતે વર્લ્ડ TB ડેની થીમ ‘ઈનવેસ્ટ ટૂ એન્ડ TB, સેવ લાઈવ્સ’ રાખવામાં આવી છે. જેનો મતલબ છે કે આપણે TBને દૂર કરવાનો છે અને જીવનને બચાવવાનું છે. 19 ઓગસ્ટ 1982ના દિવસે ડૉ. રોબર્ટ કોચે માઈક્રોબેક્ટીરિયલ ટ્યુબરક્યૂલોસિસ બેક્ટેરિયાની શોધ કરી હતી. TBની બીમારીનું કારણ આજ બેક્ટેરિયા છે.

ફેફસાંના ઉપરાંત કોઈ પણ અંગમાં થઈ શકે છે TB
ખાંસી કે છીંકના ઉપરાંત હવા દ્વારા TBના બેક્ટીરિયા શરીરમાં પ્રવેશ કરે છે. TBની બીમારીથી પીડિત વ્યક્તિને શ્વાસ કે છીંકથી નિકળતા બેક્ટેરીયા દ્વારા અન્ય લોકો પ્રભાવિત થઈ શકે છે. ફેફસાંના ઉપરાંત બ્રેઈન, યુટરસ, મોંઢુ, લિવર, કિડની કે ગળામાં પણ TBની બીમારી થઈ શકે છે. પરંતુ ફેફસાં ઉપરાંત અન્ય અંગોમાં પણ TBને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવાય છે અને ટીવીની બીમારી કોઈ પણ અંગમાં થઈ શકે છે.

બીમારીથી દૂર રહેવા માટે જાગરૂત હોવું જરૂરી છે. દર્દીઓને સમય સમય પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે TBની યોગ્ય સમયે સારવાર ન કરવા પર બીમારી ગંભીર થઈ જાય છે. TBની ગંભીર સ્થિતિમાં દવા લેવા પર પણ કામ નથી કરતી.

TBના દર્દી 25-30 ટકા વધ્યા
એક રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા વર્ષોમાં TBના દર્દીઓમાં લગભગ 25થી 30 ટકાની વૃદ્ધિ થઈ છે. તેના પાછળનું કારણ કોવિડ-19ના કારણે તપાસમાં થયેલું મોડુ હોઈ શકે છે.

ટીબીના લક્ષણો :-

ટીબીની સારવાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ રોગ જાનલેવા બની શકે છે. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના કોઇ પણ અંગમાં થઇ શકે છે જેવા કે હાડકા, સાંધા, પેટ, આંતરડા, મગજ, કિડની, પ્રજનન અંગ તેમજ મોં, નાક વગેરે. જાણો, તેના લક્ષણ વિશે… 

 – ટીબીની બિમારીનું સૌથી મોટું લક્ષણ કફમાંથી લોહી નિકળવું છે. આ બિમારીમાં ફેફસાંમાં ખૂબ જ ઝડપથી ઇન્ફેક્શન ફેલાવા લાગે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ટીબીની બિમારીનું સૌથી મોટું લક્ષણ ખાંસી આવવી છે, પરંતુ ઘણા બધા લોકો તેને સામાન્ય ખાંસી સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, એટલા માટે જો તમને ત્રણ અઠવાડિયા કરતા વધારે સમય સુધી ખાંસી આવવાની સમસ્યા રહે છે તો તુરંત જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો.

આ બિમારીમાં આખો દિવસ કંઇ જ નથી થતું પરંતુ સાંજના સમયે તાવ આવવા લાગે છે, જો તમારી સાથે પણ આ પ્રકારે થઇ રહ્યું છે તો આ ટીબીના લક્ષણ હોઇ શકે છે. ટીબીની બિમારીમાં મોટાભાગે છાતીમાં દુખાવો થવાની સમસ્યા થતી હોય છે. જો આ પ્રકારના લક્ષણ હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.  

– આ બિમારી થવા પર અચાનકથી જ વજન ઓછુ થવા લાગે છે. એટલા માટે જો તમારું વજન અચાનકથી જ ઓછું થવા લાગે તો આ લક્ષણને ક્યારેય નકારશો નહીં. આ બિમારી થવા પર ભૂખ લાગવાનું બંધ થઇ જાય છે, એટલા માટે આ બધી પરિસ્થિતિઓમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

આ સમાચારને શેર કરો