સરકારને માસ્કના દંડની આવક ઓછી થતાં હેલમેટનું હથિયાર ઉગામાયું

આજથી હેલમેટનો દંડ: પ્રજાને લૂંટી જ લેવી છે

વાહન ચાલકોમાં ભૂતકાળમાં અત્યતં રોષ ફેલાવનારી બની રહેલી હેલમેટ ઝૂંબેશ ગૃહ વિભાગે થોડા સમય માટે પડતી મુકયા બાદ હવે ફરી આજથી હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂા.૫૦૦નો દડં વસૂલવાની કામગીરીનો પ્રારભં કર્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના પોલીસ મહાનિરિક્ષક પિયુષ પટેલની સૂચનાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરો અને નાના મોટા શહેરોમાં આજથી આ ઝુંબેશ શરૂ થતાં જ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. લોકડાઉન, કોરોના જેવા કારણે ધંધા–ઉધોગમાં મોટો ફટકો પડયો છે અને હજારો લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે તેને મલમ પટ્ટા કરીને રાહત આપવાના બદલે જાણે ઘા પર મીઠુ ભભરાવવામાં આવતું હોય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.

પોલીસ મહાનિરિક્ષકે પોતાની સૂચનામાં જણાવ્યું છે કે ટ્રાફિક એનફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલમેટ ભંગના કેસો વધુમાં વધુ કરવાનો નિર્ણય કરાયો છે અને આજથી તા.૨૦ સુધી રાય વ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકે દરરોજ દરેક શહેર અને જિલ્લાને હેલમેટ કેસની વિગતો મોકલી આપવા સુચના આપી છે. જાહેરમાં થુંકનાર વ્યકિત પાસેથી અથવા તો માસ્ક ન પહેર્યેા હોય તેવા લોકો પાસેથી આકરો દડં વસૂલવામાં આવે તે સમજી શકાય તેવી વાત છે પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકોની કમાણી ઓછી થઇ ગઇ છે અથવા તો બધં થઇ ગઇ છે તેવા સમયે સરકારની તિજોરી ભરવા માટે પ્રજાજનોને હેલમેટના નામે લૂંટવાની અને ચુસવાની સરકારની નીતિ ભારે ટીકાપાત્ર બની છે. કોરોનાના કારણે સરકારની ટેકસ સહિતની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે ત્યારે કરકસરયુકત વહીવટ કરવાના અને ખોટા ખર્ચાઓ બધં કરવાના બદલે પ્રજાને ચુસીને તિજોરી ભરી તાયફાઓ કરવા માટે હેલમેટની કડક અમલવારી શરૂ કરવામાં આવી હોવાનું ઉઘાડેછોગ જાહેરમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યું છે.

ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દડં ફટકારતી નહોતી. પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે. ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કયુ છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેયુ હોય તો ઈ–મેમો ફાટતો હતો. પરંતુ હેલ્મેટ ના પહેયુ હોય તો ઈ–મેમો પણ નહોતો ફાટતો. પરંતુ રોડ અકસ્માતો વધતાં આજથી હેલ્મેટ માટે દંડવાનું નક્કી કરાયું છે. તેથી જો હેલ્મેટ નહિ પહેર્યુ તો બમણા દડં અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાશે તેમના ઘરે ઈ–મેમો પહોંચશે.

સરકારને માસ્કના દંડની આવક ઓછી થતાં હેલમેટનું મ્યાન કરેલું હથિયાર બહાર કાઢ્યું.

સરકારનો આ નિર્ણય સોશિયલ મીડિયામાં ભારે ટીકાને પાત્ર બન્યો છે. લોકો શું માને છે તેનો સાચો અરીસો હાલના યુગમાં સોશિયલ મીડિયા છે અને તેમાં થઇ રહેલી કોમેન્ટ મુજબ માસ્કના દંડના નામે કરોડો રૂપિયાની આવક સરકારે કરી છે. હવે લોકો જાગૃત થઇ ગયા છે અને મોટાભાગના લોકો માસ્ક પહેરતા હોવાથી દડં પેટે સરકારને મળતી આવક ઘટી ગઇ છે અને તેથી સરકારે પ્રજાનો ટકો તોડવા હેલમેટનું હથિયાર ઉગામ્યું છે

હેલમેટની નીચે માસ્ક પહેરવું કે નહીં?

જો કોઇ વ્યકિત માસ્ક ન પહેરે તો રૂા.૧૦૦૦નો દડં વસૂલવામાં આવે છે અને હેલમેટ નહીં પહેયુ હોય તો રૂા.૫૦૦ દડં કરવામાં આવે છે. નવી બદલાયેલી પરિસ્થિતિમાં હેલમેટની નીચે માસ્ક પહેરવું પડશે કે નહીં તેવા સવાલો સોશિયલ મીડિયામાં ઉઠાવાઇ રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો