લીંબડી: PSI સામે એટ્રોસિટીની ફરિયાદ: દલિત સમાજ દ્વારા આવેદન

લીંબડી શહરેમાં શનિવારે નદીકાંઠા વિસ્તારમાંથી દેશી દારૂ અને પીધેલી હાલતમાં ઝડપાયેલા ૩ શખ્સોએ જામીન પર છૂટયા બાદ પોલીસ અધિકારી સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાક મચી છે. તા.૫ સપ્ટેમ્બરની સાંજે પીએસઆઈ સંજય વરૂએ સ્ટાફ સાથે દરોડો પાડી પ્રકાશ ઉર્ફે પકો જેરામભાઈ ચાવડાને ૨ લીટર દેશી દારૂ, દેવરાજ વશરામભાઈ ચાવડા અને હસમુખ ચમનભાઈ ચાવડાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા.

તા.૬ના રોજ ત્રણેય આરોપીઓને જામીન મળી જતા છોડી દેવામાં આવ્યા હતા. ત્રણેય શખ્સો પીએસઆઈ એસ.એસ.વરૂએ ઢોર માર હોવાનું જાણવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ત્યાં સિવિલમાં દલીત સમાજની મહિલાઓ સહિત લોકો દોડી આવ્યા હતા. મહિલાઓ પીએસઆઇના નામના છાજીયા લેવાનાં શરૂ કરી દીધાં હતા. સ્થિતિ વણસતા એલસીબી અને એસઓજીની ટીમ લીંબડી દોડી આવી હતી. મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પીએસઆઈ સંજય વરૂ વિરુદ્ધ પ્રકાશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પીએસઆઇએ તેમની ઓફિસમાં બોલાવી જાતિ વિશે અપમાનિત કર્યાં હતા. ઢીકાપાટુ અને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.લીંબડી તાલુકા સેવા સદન ખાતે તા.૭ના રોજ દલીત સમાજના ૩૦થી વધુ લોકો ધસી આવ્યા હતા. ડે.કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે, પીએસઆઈ અને ૩ કોન્સ્ટેબલોએ ત્રણ યુવકોને મારમારી તેમની ઉપર કેસ કરી ૧૫,૦૦૦ રૂ. પડાવી લીધા હતા. પીએસઆઈ સંજય વરૂને સસ્પેન્ડ કરી ત્રણેય કોન્સ્ટેબલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો