Placeholder canvas

હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી…

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે.

આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. તો આવતી કાલે અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

જ્યારે 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.તો મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત, નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. અને 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો