Placeholder canvas

મોરબી: વાવડી ચોકડીએથી ચોરાઉ છકડો રીક્ષા સાથે 2 ઝડપાયા

મોરબી : વાવડી ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોને ચોરાઉ છકડો રીક્ષા સાથે ઝડપી લઈ રૂ.50 હજારની રિક્ષા કબ્જે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલાય ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં છકડો રિક્ષા લઈને નીકળેલા આરોપી જીતેશ સવાભાઈ દેલવાણીયા અને મુકેશ ભલાભાઈ દેલવાણીયા નામના શખ્સને ઝડપી લઈ પોકેટ કેપ એપ મારફતે રીક્ષાની ડિટેઇલ ચેક કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ રીક્ષા ચોરીના બનાવનો ભેદ ખુલતા રૂ.50 હજારની રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો