ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

તા. 21 અને 22 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યનાં દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં કહ્યાં પ્રમાણે આ સિસ્ટમથી 3 દિવસ સુધી ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે.

તા. 21 અને 22 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરીથી જામ્યું છે.

આ સમાચારને શેર કરો