મોરબી:ખાખરાળા PHC દ્વારા રોગચાળો અટકાવવા આરોગ્ય લક્ષી કામગીરી કરવામા આવી.
મોરબીના ખાખરાળા ગામે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કામગીરી આરંભી
ખાખરાળા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં રહેલા ડો.સંજય જીવાણી તેમજ સુપર વાઇઝરશ્રી કમલેશભાઈ કાલરીયાની દેખરેખ નીચે અરવિંદભાઈ પરમાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ખાખરાળા દ્વારા સાતમ જેવા તહેવારમાં પણ ખાખરાળા ગામમાં રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્યને લગતી દરેક કામગીરી કરવામાં આવેલ સરકારના આદેશ મુજબ વધુ વરસાદ થવાથી મચ્છર જન્ય રોગચાળોના ફેલાય તે માટે ગામના સરપંચ તેમજ સભ્યની હાજરીમાં તળાવ કુવા બંધિયાર પાણીમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી તેમજ સર્વે કામગીરી -બી.ટી.આઈ -એબેટ કામગીરી વગેરે કાર્ય કરવામા આવેલ તેમજ ગામમાં મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટેની પૂરતી કાળજી રાખવામા આવે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…