વાંકાનેર: જોધપરની ખારી પાસે અકસ્માત, ૪ લોકોને ઇજા, ખુંટીયાનું મોત.
(By Gulab Sherasiya) વાંકાનેર 27 નેશનલ હાઈવે પર જોધપર ગામના ખારી વિસ્તાર પાસે એક પુરપાટ સ્પીડે જતુ આઇસર હાઇવે પર અચાનક આડો પડેલા ખૂટ્યાંને ઉડાડી દીધો હતો. જે ખુંટીયા ઉપર પાછળ આવતી અલટો કાર ચઢી જતા કાર પલટી ગઈ હતી અને અંદર બેઠેલા ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના ખારી વિસ્તાર પાસે નેશનલ હાઇવે પર અચાનક ખૂટ્યો આડો પડતા પૂરપાટ આવતા આયસરે તેમને ઉડાડી દીધો હતો. પાછળ આવી રહેલ alto કાર આ ખૂટ્યા ઉપર ચડી જતા પલટી ગઈ હતી અને લગભગ સો ફુટ જેટલી ઢસડાઈ અને આગળ જતી રહી હતી. આ કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ અલટો કાર Gj 01 RW 6680 એ અમદાવાદની કાર છે અને વાંકાનેર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યાની વિગત મળી રહી છે આ અકસ્માતની ખબર થતાં ખારીમાંથી તેમજ આજુબાજુના ઔદ્યોગિક એકમમાંથી અને જોધપુર ગામમાંથી લોકો આવી પહોંચ્યા હતા. સરપંચ ગુલામ ભાઈ પોતે પણ આવી પહોંચ્યા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.