વાંકાનેર:ચાલીને જતી યુવતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. !!

વાંકાનેરના સ્વામીનારાયણ મંદિર નજીક રહેતી યુવતી ચાલીને હતી હોય દરમિયાન એક શખ્સને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા શોભનાબેન પરસોતમભાઈ દેત્રોજા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સ્વામીનારાયણ મંદિર નજીકથી ચાલીને જતા હોય દરમિયાન આરોપી કરણ અજાભાઇ ભરવાડે પાછળથી આવી અને ફરિયાદી શોભનાબેનને ગાળો આપતા શોભનાબેને ગાળો આપવાની નાં પાડતા આરોપી કરણ ભરવાડે ઉશ્કેરાઈ જઇને શોભનાબેનને કપાળના ભાગે હાથમાં પહેરેલ કડું મારી દેતા ઈજા થઇ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો