Placeholder canvas

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે તમાકુના વ્યસન અંગેની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું.

મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના સયુંકત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા(વિ.જા) કુમાર રફાળેશ્વર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસન અંગે સમજ આપતા નિબંધ લખ્યા હતા.

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર શ્રી તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ પી.એચ.સી.લાલપરના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન જીંદગીમાં ક્યારેય ન કરવા અને પોતાના કુટુંબને વ્યસન મુક્ત બનાવવા માટે અનુરોધ કર્યો હતો.

આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ અને અંતે શાળાના શિક્ષક એસ.બી.બારૈયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પી.એચ.સી.લાલપરનો આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.

આ સમાચારને શેર કરો