Placeholder canvas

રાજકોટમાં ટ્યુશનમાં લઈ જવાના બદલે હવસખોર બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો…! પછી ?

એક સમયના શાંત અને સલામત ગણાતા રાજકોટ શહેરમાં અવારનવાર છેડતી અને દુષ્કર્મના કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં એક સમયે એવી શાંતિ પ્રવર્તી રહી હતી કે, દિવસે તો ઠીક પરંતુ અડધી રાત્રે પણ લોકો બિન્દાસ્ત બનીને બહાર હરીફરી શકતા હતા. પરંતુ પાછલા થોડા દિવસથી ગુનાખોરીએ માજા મુકતાં રાત્રિના સમયે તો ઠીક દિવસે પણ દીકરીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આજે વધુ એક સગીરાની છેડતી અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

માલવિયાનગર પોલીસમાં સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 12 એપ્રિલના રોજ સાંજના 4થી 6 વાગ્યાના સમય દરમિયાન આરીશ કુરેશી નામનો શખ્સ મારી દીકરીને વાહનમાં બેસાડી ટ્યુશનમાં મૂકી જાવ તેવું કહી લઈ ગયો હતો. જો કે, ટ્યુશનમાં લઈ જવાના બદલે બાળકીને અન્ય અવાવરું સ્થળે લઈ જઈ બળજબરીથી બાથ ભીડી લીધી હતી અને ગંદી હરકત કરી અડપલાં કરતો હતો. આ પછી જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બાળકી ગભારેયી હાલતમાં અને ગુમશુમ રહેતા પરિવારજનોએ પૂછતાં બાળકીએ આ આપવીતી જણાવી હતી. જે સાંભળતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેને લઈ પિતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચતા પોલીસે આરોપી આરીશ કુરેશી વિરુદ્ધ 354(એ), 504, 506(2) એટ્રોસિટી એક્ટ કલમ 3(2) (5-અ) તથા પોક્સોની કમલ 12 મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો