Placeholder canvas

વાંકાનેર: વાલાસણ-પીપળીયા રાજ વિસ્તારમાં 1કલાકમાં 4 ઇંચ વરસાદ..!!!

નદીના કોઝવે પરથી બાઇક તણાયું

વાંકાનેર: આજે રાત્રે વાંકાનેર તાલુકાના પીપડીયા રાજ અને વાલાસણ ગામમાં એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયાનો અંદાજ છે. આ વરસાદના કારણે બધી જ બાજુ પાણી પાણી થઈ ગયા અને પીપળીયા અને વાલાસણ વચ્ચે આવતી નદી બે કાંઠે વહેવા લાગી છે.

મળેલી માહિતી મુજબ આજે રાત્રે 8:30 વાગે ભારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડયો હતો. આ એક કલાકમાં સ્થાનિકોના અંદાજ મુજબ આશરે ૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. બધી બાજુ પાણી થઈ ગયું હતું અને પીપળીયારાજ અને વાલાસણ વચ્ચે આવતી નદી પરથી પસાર થઈ રહેલા બે બાઈક નદીમાં તણાઈ ગયાની આશંકા છે સદ્નસીબે બંને બાઈક સવાર બચી ગયા છે. આ નદીના કોઝવે પર 1 મીટરથી વધુ પાણી જઈ રહ્યું હોવાનું ગામ લોકોનું કહેવું છે. હાલમાં આ નદી કાંઠે પૂર્વ દિશામાં પીપળીયા રાજના લોકો અને પશ્ચિમ દિશામાં વાલાસણ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે.

નવાઈની વાત એ છે કે વાંકાનેર શહેર અને તીથવા ગામ સુધી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી જ્યારે તિથવા ગામ થી ઉપર પીપળીયા રાજ તરફ જતા ત્યાં ભારે વરસાદ પડી ગયો છે એવી પણ માહિતી મળી છે કે જોરદાર વીજળી થતી હતી અને કડાકા ભડાકા થતા હતા જેમના કારણે બાળકો તો ઠીક મોટા પણ ડરી જતા હતા.

(માહિતી, ફોટો અને વીડિયો :- એહમદ માથકિયા અને ઇલ્લુ ડેકાવડીયા)

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fv4Uzk8H2Ig5rq8DWhAXvq

આ સમાચારને શેર કરો