Placeholder canvas

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ: ધોરાજી અને સૂત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ…


રાજ્યમાં ચોમાસાના નવા રાઉન્ડની શરુઆત થઈ ચુકી છે.બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં જ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર સુરત, તાલાલા અને મેંદરડામાં પણ ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે 21 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સાંબેલાધાર 10 ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ છે.ગીર સોમનાથ જિલ્લા પર બુધવાર સવારથી જ મેઘરાજા મહેરબાન બન્યા હતા.સૂત્રાપાડામાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું.સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત એસટી ડેપો તરફથી નીકળેલી બસ અધવચ્ચે જ બંધ થઈ જતાં બસમાં સવાર યાત્રીઓ ફસાઈ ગયા હતા.

આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 19 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.

આ સમાચારને શેર કરો