Placeholder canvas

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે.

હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે.

આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.

આ સમાચારને શેર કરો